તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી એસ.ટી. ડેપો પાસે વાડી મહોલ્લાનો રસ્તો બિસ્માર

નવસારી એસ.ટી. ડેપો પાસે વાડી મહોલ્લાનો રસ્તો બિસ્માર

South Republic DeskSunday, 06 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
મસમોટા ખાડાઓથી એસ.ટી. બસના મુસાફરો અને સ્થાનિકો પરેશાન, રસ્તાના રીપેરિંગની માંગ નવસારી : નવસારી એસ.ટી. ડેપો પાસે આવેલા વાડી મહોલ્લાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. જેના કારણે સ્થાનિકો તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે. નવસારીના…

મસમોટા ખાડાઓથી એસ.ટી. બસના મુસાફરો અને સ્થાનિકો પરેશાન, રસ્તાના રીપેરિંગની માંગ

નવસારી : નવસારી એસ.ટી. ડેપો પાસે આવેલા વાડી મહોલ્લાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જતા રસ્તો બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. જેના કારણે સ્થાનિકો તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકા સમક્ષ રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ કરી છે.

નવસારીના ચારપુલ વિસ્તાર પાસે નવું એસ.ટી. ડેપો આવેલું છે. ડેપોમાં આવતી અને બહાર નીકળતી બસો માટે અલગ-અલગ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ડેપોમાંથી બહાર નીકળતી એસ.ટી. બસો તેની બાજુમાં આવેલા વાડી મહોલ્લાના એપ્રોચ રોડ પરથી પસાર થાય છે. જેથી દરરોજ મોટી સંખ્યામાં એસ.ટી. બસોની અવર-જવર આ રસ્તા પરથી થાય છે.

આ ઉપરાંત વાડી મહોલ્લાના સ્થાનિક રહેવાસીઓ પણ રોજિંદી અવર-જવર માટે આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. હાલ રસ્તા પર મોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો, એસ.ટી. બસમાં મુસાફરી કરતા મુસાફરો અને સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

સ્થાનિકોની માંગ છે કે નવસારી મહાનગરપાલિકા વાડી મહોલ્લાના રસ્તાનું તાત્કાલિક રીપેરિંગ કામ હાથ ધરી તેને સારો અને મજબૂત બનાવે, જેથી રોજિંદી અવર-જવર સુગમ બની શકે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 2 hr ago

નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી

હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી

લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…

વધુ વાંચો
નવસારી 2 hr ago

મ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ

ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી…

વધુ વાંચો
નવસારી 2 hr ago

નવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા

હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો