તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલીનાં ઘોડવણી અને માંડવખડક ગામની મુલાકાત લીધી

નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલીનાં ઘોડવણી અને માંડવખડક ગામની મુલાકાત લીધી

South Republic DeskWednesday, 30 September 2026 2 મિનિટ વાંચન · 42 min ago 0
આંગણવાડી, સસ્તા અનાજની દુકાન અને ગ્રામ પંચાયતની કામગીરીની સમીક્ષા; આરોગ્ય, પોષણ, ઈ-કેવાયસી તથા ગ્રામસભાની તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાનાં ઘોડવણી અને માંડવખડક ગામની મુલાકાત લઈ વિવિધ સરકારી યોજનાઓ, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય અને પોષણલક્ષી સેવાઓ તથા વિકાસકામોની સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે સૌપ્રથમ આંગણવાડી…

આંગણવાડી, સસ્તા અનાજની દુકાન અને ગ્રામ પંચાયતની કામગીરીની સમીક્ષા; આરોગ્ય, પોષણ, ઈ-કેવાયસી તથા ગ્રામસભાની તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું

નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાનાં ઘોડવણી અને માંડવખડક ગામની મુલાકાત લઈ વિવિધ સરકારી યોજનાઓ, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય અને પોષણલક્ષી સેવાઓ તથા વિકાસકામોની સ્થળ પર સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે સૌપ્રથમ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલાં બાળકોની સંખ્યા, કુપોષિત બાળકોની સ્થિતિ તથા બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કુપોષિત બાળકો માટે કરવામાં આવતી કામગીરી અને પોષણ કીટની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ત્યારબાદ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ અનાજના જથ્થાની ઉપલબ્ધતા, લાભાર્થીઓને નિયમિત વિતરણ તથા ઈ-કેવાયસી કામગીરીની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. અનાજના વિતરણમાં ગ્રામજનોને કોઈ મુશ્કેલી પડતી હોય કે ફરિયાદ હોય તે અંગે પણ જાણકારી મેળવી હતી.

ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન જિલ્લામાંથી મળતી વિવિધ ગ્રાન્ટ, તે અંતર્ગત હાથ ધરાયેલાં વિકાસકામો અને ગામમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ગામમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોની સંખ્યા તથા આરોગ્ય સબ-સેન્ટરની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરે ગામમાં સગર્ભા મહિલાઓ અને હાઈ રિસ્ક સગર્ભા માતાઓની સંખ્યા તથા તેમના આરોગ્યની જાળવણી અને નિયમિત દેખરેખ માટે આરોગ્ય વિભાગ દ્વારા લેવાતાં પગલાં અંગે વિગતો મેળવી હતી. માતા અને બાળ આરોગ્યની કામગીરી અસરકારક બને તથા પાત્ર લાભાર્થીઓને આરોગ્યલક્ષી સેવાઓનો સમયસર લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આગામી ૨જી ઓક્ટોબરે યોજાનારી ગ્રામસભાની તૈયારીઓ અંગે પણ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. ગ્રામસભામાં વિવિધ વિભાગોની યોજનાઓ, વિકાસકામો તથા ગ્રામજનોના પ્રશ્નોની અસરકારક રજૂઆત અને જરૂરી કાર્યવાહી થાય તે માટે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

બંને ગામોમાં કલેક્ટરે ગ્રામજનોની રજૂઆતો અને સ્થાનિક જરૂરિયાતો સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

મુલાકાત દરમિયાન ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુંગાશીયા, મામલતદાર હિરેન મૈસુરીયા, તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન યાદવ, સરપંચ, તલાટી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

નવસારી 26 min ago

નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી

૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…

વધુ વાંચો
નવસારી 30 min ago

નવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ

ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…

વધુ વાંચો
નવસારી 36 min ago

નવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…

વધુ વાંચો
નવસારી 38 min ago

વાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ

સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો