નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત બેઠક યોજાઈ
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત બેઠક યોજાઈ
૨જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વડપણ હેઠળ કાર્યક્રમ યોજાશે; મહેસૂલી કર્મચારીઓ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરશે
નવસારી : નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત આગામી ૨જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અને સુચારુ અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ૨જી ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના વડપણ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહેસૂલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાલુકાઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. અભિયાન દરમિયાન જાહેર સ્થળો તથા આસપાસના વિસ્તારોની સફાઈ, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત, આગામી ૪થી ઓક્ટોબરે મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોના અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકોની સક્રિય ભાગીદારી સાથે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા સૂચના અપાઈ હતી. સાથે જ ‘કેચ ધ રેઈન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને તેને લગતા કાર્યક્રમો યોજવા જણાવાયું હતું.
બેઠકમાં આગામી ૫મી અને ૬ઠ્ઠી ઓક્ટોબરે ચીખલીના મજીગામ સ્થિત દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એલીમ્કો દ્વારા આયોજિત કેમ્પ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેમ્પના સુચારુ આયોજન માટે જરૂરી વ્યવસ્થાઓ, સ્થળની તૈયારીઓ, લાભાર્થીઓને સુવિધાઓ તથા વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
કલેક્ટરે સ્વચ્છતા હી સેવા અભિયાનને જનભાગીદારી સાથે વધુ વ્યાપક બનાવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા ભાર મૂક્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત સમાચાર
નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી
૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…
વધુ વાંચોનવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ
ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…
વધુ વાંચોનવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…
વધુ વાંચોવાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ
સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…
વધુ વાંચો




