તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

વાંસદાના ઉમરકુઈમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશજીને ભાવભીની વિદાય

વાંસદાના ઉમરકુઈમાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશજીને ભાવભીની વિદાય

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
વાજતે-ગાજતે વિસર્જન શોભાયાત્રા નીકળી; ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના વાઘમાર્યા ફળિયામાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપિત ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિસર્જન પ્રસંગે સાઈ સરકાર ડીજેના તાલે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ગણેશ મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની…

વાજતે-ગાજતે વિસર્જન શોભાયાત્રા નીકળી; ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી

વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના વાઘમાર્યા ફળિયામાં નવયુવક ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે સ્થાપિત ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

વિસર્જન પ્રસંગે સાઈ સરકાર ડીજેના તાલે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. ગણેશ મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની આરતી, પૂજન અને સ્તુતિ કરી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિસર્જન યાત્રા દરમિયાન ઢોલ-નગારા અને ડીજેના તાલે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કર્યું હતું.

ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના સમગ્ર આયોજનમાં ગામના યુવકો સંદીપ ગાંવિત, શંકરભાઈ વાઘમાર્યા, ગવળી નરસુંભાઈ તથા અન્ય યુવકોએ ઉત્સાહપૂર્વક સાથ-સહકાર આપ્યો હતો. ગણેશોત્સવ દરમિયાન રાત્રિના સમયે ભાવિક ભક્તો ગરબાના તાલે ઝૂમ્યા હતા.

ગણેશજીની વિદાય સમયે ભક્તોમાં ભાવુકતા જોવા મળી હતી અને સૌએ આગામી વર્ષે બાપ્પા વહેલા પધારે તેવી પ્રાર્થના કરી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ

આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ

પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન

‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…

વધુ વાંચો
નવસારી 2 hr ago

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ

વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો