નવસારી મનપા દ્વારા શહેરમાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ ઝુંબેશ યોજાઈ
નવસારી મનપા દ્વારા શહેરમાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ ઝુંબેશ યોજાઈ
વોર્ડ નં. 1 થી 13માં સફાઈ અભિયાન હાથ ધરાયું; લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું
નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજ્યવ્યાપી સઘન સફાઈ, જળ સંચય અને વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત આજે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા અગાઉથી વોર્ડવાર વિસ્તારોની ફાળવણી કરી નોડલ અધિકારીઓ, સુપરવાઇઝરો તથા સફાઈ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
આ આયોજન મુજબ સવારના 8 વાગ્યાથી વોર્ડ નં. 1 થી 13ના વિવિધ જીવીપી વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટરો તથા સમાજના આગેવાનો પણ જોડાયા હતા.
અભિયાન દરમિયાન મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી તૃપ્તી પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી તથા જે.યુ. વસાવા સહિત મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે સ્વયં અભિયાનમાં જોડાઈ સફાઈ પણ કરી હતી.
વોર્ડવાર નોડલ અધિકારીઓ, સુપરવાઇઝરો અને જવાબદાર કર્મચારીઓને ચોક્કસ વિસ્તારો ફાળવવામાં આવતા સમગ્ર કામગીરીનું અસરકારક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. રસ્તાઓ, જાહેર સ્થળો તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ હાથ ધરાઈ હતી.
સફાઈ અભિયાન સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ મજબૂત બનાવવા લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી તૃપ્તી પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ વસાણી તથા જે.યુ. વસાવા સહિતના અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ દ્વારા શહેરમાં હરિયાળી વધારવા, પર્યાવરણનું જતન કરવા અને ભાવિ પેઢી માટે સ્વચ્છ તથા હરિત નવસારીના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને પોતાના આસપાસના વિસ્તારો સ્વચ્છ રાખવા, જાહેર સ્થળોએ કચરો ન નાખવા, જળ સંચયને પ્રોત્સાહન આપવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવા અપીલ કરી હતી.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી
હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ, સ્વચ્છતા-ટ્રાફિક સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના નવસારી પ્રવાસને અનુલક્ષીને હેલિપેડથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વિગતવાર ફિલ્ડ વિઝિટ કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.…
વધુ વાંચોનવસારીમાં દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી
લક્ષ્મણ હોલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજના વિચારોને યાદ કર્યા નવસારી : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નવરોજીની 202મી જન્મજયંતિ નિમિત્તે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, નવસારીના…
વધુ વાંચોમ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારા બે આરોપી ઝડપાયા, એક વોન્ટેડ
ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જલાલપોર પોલીસની કાર્યવાહી, બેંક ખાતાઓમાં ₹22.03 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારના નવી…
વધુ વાંચોનવસારી મ્યુ. કમિશનરે વડાપ્રધાનના કાર્યક્રમના રૂટની ફિલ્ડ વિઝિટ કરી, ગ્રીડ અંડરબ્રિજ કામગીરીની સમીક્ષા
હેલિપેડથી કમલમ કાર્યાલય સુધીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ; બારડોલી-નવસારી માર્ગ વહેલી તકે ખુલ્લો કરવા સૂચના નવસારી : નવસારી મહાનગરપાલિકા કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને હેલિપેડ સ્થળથી કમલમ મુખ્ય કાર્યાલય સુધીના સમગ્ર રૂટની વ્યવસ્થાની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન વોટરપ્રૂફ ડોમ, પાર્કિંગ વ્યવસ્થા, રૂટની સ્વચ્છતા, માર્ગ પરના બિનજરૂરી અવરોધો…
વધુ વાંચો




