તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશ્નરે ખંભલાવ પાંજરાપોળની સમીક્ષા કરી સૂચનો આપ્યા

નવસારી મનપાના મેયર અને મ્યુ. કમિશ્નરે ખંભલાવ પાંજરાપોળની સમીક્ષા કરી સૂચનો આપ્યા

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
200થી વધુ ગાયોની સંભાળ, ચારા-પાણી અને મળ-યુરિન નિકાલની વ્યવસ્થા સુધારવા સૂચના; ધર્મિનગરના GVP પોઇન્ટના રૂપાંતરણની પણ સમીક્ષા નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. વિઝિટ દરમિયાન ખંભલાવ કેટલ પોન્ડની મુલાકાત લઈ ત્યાં ચાલી…

200થી વધુ ગાયોની સંભાળ, ચારા-પાણી અને મળ-યુરિન નિકાલની વ્યવસ્થા સુધારવા સૂચના; ધર્મિનગરના GVP પોઇન્ટના રૂપાંતરણની પણ સમીક્ષા

નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા મેયર અશોકભાઈ ધોરાજીયા તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા રૂટિન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.

વિઝિટ દરમિયાન ખંભલાવ કેટલ પોન્ડની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. હાલ કેટલ પોન્ડ ખાતે અંદાજે 200થી વધુ ગાયોની દેખરેખ રાખવામાં આવી રહી છે. મેયર અશોકભાઈ ધોરાજીયાએ ગાયોની સંભાળ, ચારા-પાણી અને અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

મળ અને યુરિનના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરવા, ચારા માટે શેડ બનાવવાની સુવિધા વિકસાવવા તેમજ ગાયોની દેખરેખ માટે જરૂરી કર્મચારીઓની સંખ્યા વધારવા અને તેમના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત હાલની આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં જરૂરી સુધારા કરવા અને કમ્પાઉન્ડ વોલ સહિતની કામગીરી અંગે સંબંધિત એન્જિનિયરો તથા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધર્મિનગર ખાતેના ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટના રૂપાંતરણની કામગીરીની સમીક્ષા કરી હતી. અગાઉના GVP પોઇન્ટના સ્થાને હાલ સુંદર ગાર્ડન, હરિયાળી તેમજ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.

કમિશનરે શહેરના અન્ય સ્થળોએ પણ જાહેર સ્થળોના વિકાસ અને સ્વચ્છતા માટે આ જ પ્રકારનું આયોજન કરવા સંબંધિત નાયબ મ્યુનિસિપલ કમિશનર, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત

સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો