તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિન નિમિત્તે નિવૃત્ત અને પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન

નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિન નિમિત્તે નિવૃત્ત અને પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મચારીઓને મોમેન્ટો-સન્માનપત્ર અર્પણ; ડો. જય વશીનું પ્રેરણાદાયી વક્તવ્ય નવસારી : નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિનના અવસરે વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકો તેમજ ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી…

શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મચારીઓને મોમેન્ટો-સન્માનપત્ર અર્પણ; ડો. જય વશીનું પ્રેરણાદાયી વક્તવ્ય

નવસારી : નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષક દિનના અવસરે વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત શિક્ષકો, પ્રતિભાશાળી શિક્ષકો તેમજ ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મિશ્ર શાળા નં. 2ના બાળવૃંદ અને શિક્ષક પ્રવીણભાઈ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી, જ્યારે કન્યા શાળા નં. 1ની વિદ્યાર્થીનીઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું.

સમિતિના અધ્યક્ષ અજયભાઈ દેસાઈએ શિક્ષક દિનનું મહત્વ સમજાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, પક્ષના નેતા નરેશભાઈ પુરોહિત તેમજ શિક્ષક, વક્તા અને લેખક ડો. જય વશીનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહેમાનોના હસ્તે નિવૃત્ત શિક્ષકો, શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાશાળી શિક્ષકો અને કર્મચારીઓને મોમેન્ટો તથા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ ઉપસ્થિત શિક્ષકોને શિક્ષક દિન અનુરૂપ શુભેચ્છા અને આશીર્વચન પાઠવ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. જય વશીએ વર્તમાન શિક્ષણ પદ્ધતિને અનુરૂપ ઉદાહરણો, હાસ્ય, સંવેદના અને ગંભીર ચિંતન સાથે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. નિવૃત્ત શિક્ષક જગદીશભાઈ પટેલ અને લીલાબેન પટેલે પોતાના સેવાકાળના યાદગાર અનુભવો પણ રજૂ કર્યા હતા.

કાર્યક્રમના અંતે શાસનાધિકારી જગદીપ મકવાણાએ ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત

સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો