તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વિકાસકામોની સમીક્ષા કરી

નવસારીમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વિકાસકામોની સમીક્ષા કરી

South Republic DeskWednesday, 30 September 2026 2 મિનિટ વાંચન · 48 min ago 0
એરૂમાં ડ્રેનેજ લાઇન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હેરિટેજ રોડ, એરૂ સર્કલ તથા જલાલપોર થાણા તળાવની કામગીરીનું નિરીક્ષણ; અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ અપાઈ નવસારી : શહેરમાં નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને વિવિધ વિકાસકામો સમયબદ્ધ તથા ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે હેતુથી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના વિવિધ વિસ્તારોની…

એરૂમાં ડ્રેનેજ લાઇન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હેરિટેજ રોડ, એરૂ સર્કલ તથા જલાલપોર થાણા તળાવની કામગીરીનું નિરીક્ષણ; અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ અપાઈ

નવસારી : શહેરમાં નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને વિવિધ વિકાસકામો સમયબદ્ધ તથા ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે હેતુથી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે શહેરના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિકાસકામોની સઘન સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ, ટેકનિકલ પાસાઓ તથા જરૂરી સુવિધાઓ અંગે વિગતો મેળવી સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કે એરૂ ગામ ખાતે નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી તથા નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બંને કામો અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રેનેજ વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને પાણીનું વ્યવસ્થાપન વધુ અસરકારક થાય તે માટે ચાલી રહેલી કામગીરી સમયસર તથા ગુણવત્તાનાં ધોરણો જાળવીને પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

ત્યારબાદ એરૂ ચાર રસ્તાથી વિજલપોર ફાટક સુધી ચાલી રહેલી હેરિટેજ રોડની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માર્ગના વિવિધ ભાગોમાં ચાલી રહેલાં કામો, વિકાસની પ્રગતિ તથા નાગરિકોને ઉપલબ્ધ થનારી સુવિધાઓ અંગે સ્થળ પર સમીક્ષા કરાઈ હતી.

આ સાથે એરૂ સર્કલના વિકાસ અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સર્કલના વિકાસમાં ટ્રાફિક વ્યવસ્થા, સૌંદર્યીકરણ તથા જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુલાકાતના અંતિમ તબક્કે જલાલપોર થાણા તળાવ ખાતે ચાલી રહેલી વિકાસ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામગીરીની ગુણવત્તા તથા પ્રગતિની સમીક્ષા કરીને સ્થળ પર ઉપસ્થિત કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સમગ્ર સ્થળ મુલાકાત દરમિયાન સ્થાનિક કોર્પોરેટર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, ઈજનેર વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા અને નાગરિકલક્ષી કામગીરી ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા મહાનગરપાલિકા દ્વારા સતત સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ફોટો ગેલેરી

સંબંધિત સમાચાર

નવસારી 29 min ago

નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી

૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…

વધુ વાંચો
નવસારી 33 min ago

નવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ

ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…

વધુ વાંચો
નવસારી 39 min ago

નવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…

વધુ વાંચો
નવસારી 41 min ago

વાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ

સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો