નવસારીમાં વડાપ્રધાન મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું લોકા
નવસારીમાં વડાપ્રધાન મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું લોકા
‘નમો કમલમ’ સામાન્ય માનવીની સમસ્યાઓના નિરાકરણ અને જનસેવાનું તીર્થસ્થાન બનશે : વડાપ્રધાન મોદી
નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AI આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાને કાર્યાલયના મુખ્ય વિભાગો, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઇબ્રેરી, સાંસદ-ધારાસભ્ય કેબિન, પંડિત દીનદયાળ મીટિંગ હોલ, શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની મુલાકાત લીધી હતી.
જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘નમો કમલમ’ માત્ર એક ઇમારત નહીં, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના સમાધાન અને સેવાનું જીવંત તીર્થસ્થાન બનશે. તેમણે “સત્તાનો મોહ નહીં, પણ સેવાનો ભેખ”ના મંત્ર સાથે કાર્યકર્તાઓને જનસેવા, સ્વચ્છતા અને સમાજ પ્રત્યે સમર્પણનો સંદેશ આપ્યો હતો.
વડાપ્રધાને નવસારી જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા, કુપોષણ મુક્ત અને ટીબી મુક્ત અભિયાનોની પ્રશંસા કરી હતી. સાથે જ પીએમ સ્વનિધિ યોજના દ્વારા લારી-ગલ્લા ધારકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વધુ જરૂરિયાતમંદ લોકોને યોજનાનો લાભ પહોંચાડવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. આગામી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી દરમિયાન સ્વચ્છતા જાળવી નવસારીને દેશ માટે રોલ મોડેલ બનાવવા પણ તેમણે આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર માટે વિકાસની રાજનીતિ અને પોલિટિકલ પરફોર્મન્સ મુખ્ય આધાર છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચવાની કાર્યપદ્ધતિ આપી છે અને “નાગરિક દેવો ભવ”નો મંત્ર જનસેવાનું માર્ગદર્શન બની રહ્યો છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સ્વાગત પહેલાં જિલ્લામાં “સ્વચ્છતાથી સ્વાગત” અભિયાન અંતર્ગત છ દિવસ સુધી મોટા પાયે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમણે કુપોષિત બાળકો માટે પોષણ સહાય, ટીબી દર્દીઓ માટે પોષક કિટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા બહેનો, વડીલો અને દિવ્યાંગોને આપવામાં આવેલી યોજનાકીય સહાય તેમજ લારીધારકોના સશક્તિકરણ અંગે માહિતી આપી હતી.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ‘નમો કમલમ’ હજારો કાર્યકર્તાઓના પરિશ્રમ, ત્યાગ અને સમર્પણનું ધામ બનશે. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને દેશના આર્થિક વિકાસનો ઉલ્લેખ કર્યો હતો.
અત્યાધુનિક ‘નમો કમલમ’ કાર્યાલય લગભગ ₹10 કરોડના ખર્ચે 40 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં AI આધારિત સિસ્ટમ, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, વિશાળ ઓડિટોરિયમ, કોન્ફરન્સ રૂમ, અલગ કેબિનો, 1000 પુસ્તકોની લાઇબ્રેરી, 14 લાખ ઈ-બુક્સની ઈ-લાઇબ્રેરી, મીડિયા કેબિન, કોલ સેન્ટર, સોલર પેનલ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
વડાપ્રધાનના આગમન સમયે લગભગ 1100 બહેનોએ પરંપરાગત વેશભૂષામાં કળશ સાથે સ્વાગત કર્યું હતું, જ્યારે 500 યુવકોએ ડમરુ વગાડી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમનું જિલ્લાના 389થી વધુ ગામોમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને એક લાખથી વધુ લોકોએ નિહાળ્યું હતું.
સભા દરમિયાન વડાપ્રધાને નવસારીમાં માવા ખાવાની ટેવ અંગે હળવી ટકોર કરતાં માવા અને તમાકુથી દૂર રહી આરોગ્યનું ધ્યાન રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
વડાપ્રધાનના કાર્યક્રમ બાદ નવસારી મનપાના મેયર સહિતના કોર્પોરેટરોએ કચરો ઉઠાવ્યો
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જનપ્રતિનિધિઓ અને કાર્યકરો સ્વયં સફાઈમાં જોડાયા, સ્વચ્છતાનો સંદેશ આપ્યો નવસારી : આજે વડાપ્રધાનના હસ્તે નમો કમલમના લોકાર્પણ કાર્યક્રમ બાદ સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળે સ્વચ્છતાના સંદેશને આત્મસાત્ કરીને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવસારી મનપાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા…
વધુ વાંચોનવસારીમાં વોર્ડ નં. 13માં પૂરથી થયેલી નુકસાનીની બાકી સહાય ચૂકવવા માંગ
પાત્ર પૂરપીડિતોને સહાય ચૂકવવા કોર્પોરેટર વિજયભાઈ રાઠોડે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું નવસારી : નવસારીમાં વોર્ડ નં. 13માં પૂરથી થયેલી નુકસાનીની બાકી સહાય પૂરપીડિતોને ચૂકવવાની માંગ કરી નવસારી મનપાના વોર્ડ નં. 13ના કોર્પોરેટરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. નવસારી મનપાના વોર્ડ નં. 13ના કોર્પોરેટર અને ગૃહ નિર્માણ-સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજયભાઈ રાઠોડે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં…
વધુ વાંચોખડસુપા ગામે ગાડરિયા તળાવના ટેન્ડર વિવાદમાં તલાટી-સરપંચની ભૂમિકા પર સવાલ
ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે ઠરાવ રદ થયો છતાં ખાતાકીય કાર્યવાહી કેમ નહીં? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ નવસારી : ખડસુપા ગામના ગાડરિયા તળાવને ઊંડું કરવા બાબતનો રદ થયેલો ઠરાવ ફરી વિવાદમાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા નવસારી તાલુકા વિકાસ અધિકારીએ ઠરાવ રદ કર્યો હતો. ત્યારે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન થયેલી ભૂલોને કારણે ઠરાવ…
વધુ વાંચોનવસારીના સ્ટેશનરી વેપારીઓએ પાઠ્ય પુસ્તક મંડળ-એમેઝોન એમઓયુનો વિરોધ કર્યો
સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓની આજીવિકા પર અસર થવાની ભીતિ; એમઓયુ તાત્કાલિક રદ કરવાની માંગ નવસારી : ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે થયેલા એમઓયુના સમાચારને લઈને ધ નવસારી સ્ટેશનરી મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, પાઠ્ય પુસ્તકોના વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા નવસારી સહિત ગુજરાતભરના નાના-મોટા…
વધુ વાંચો




