નવસારીમાં વોર્ડ નં. 13માં પૂરથી થયેલી નુકસાનીની બાકી સહાય ચૂકવવા માંગ
નવસારીમાં વોર્ડ નં. 13માં પૂરથી થયેલી નુકસાનીની બાકી સહાય ચૂકવવા માંગ
પાત્ર પૂરપીડિતોને સહાય ચૂકવવા કોર્પોરેટર વિજયભાઈ રાઠોડે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
નવસારી : નવસારીમાં વોર્ડ નં. 13માં પૂરથી થયેલી નુકસાનીની બાકી સહાય પૂરપીડિતોને ચૂકવવાની માંગ કરી નવસારી મનપાના વોર્ડ નં. 13ના કોર્પોરેટરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
નવસારી મનપાના વોર્ડ નં. 13ના કોર્પોરેટર અને ગૃહ નિર્માણ-સ્લમ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજયભાઈ રાઠોડે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, નવસારી શહેરના વોર્ડ નં. 13 રેલ રાહત કોલોની, રામજી ખત્રી વિસ્તારમાં પૂર દરમિયાન અનેક પરિવારોને ઘરવખરી તથા અન્ય માલસામાનની નુકસાની થઈ હતી. પૂરના સમયે સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળ પર જઈને સર્વે કરવામાં આવ્યો હતો અને લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી.
છતાં કેટલાક પાત્ર પૂરપીડિત પરિવારોને આજદિન સુધી મળવાપાત્ર નુકસાની વળતરની સરકારી સહાય પ્રાપ્ત થઈ નથી. જેથી સર્વે કરી તૈયાર કરાયેલી યાદી મેળવી રેલ રાહત કોલોની, રામજી ખત્રી વિસ્તારમાં સ્થળ પર ફરીથી જરૂરી ચકાસણી કરાવવામાં આવે અને પૂરપીડિતોની સહાય કોઈ કારણસર બાકી રહી ગઈ હોય તો તેમના બેંક ખાતાની વિગતો સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી પાત્ર લાભાર્થીઓને મળવાપાત્ર સહાયની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કોઈ પૂરપીડિતનું નામ યાદીમાં હોવા છતાં બેંક વિગતો અથવા અન્ય ટેકનિકલ કારણોસર સહાય અટકેલી હોય તો તે બાબતની પણ તપાસ કરી જરૂરી સુધારા કરાવી સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવાની માંગ કરી છે. કુદરતી આપત્તિમાં નુકસાન ભોગવનાર પરિવારોને લાંબા સમય સુધી સરકારી સહાયથી વંચિત રહેવું ન પડે તે માટે માનવતાના ધોરણે તાત્કાલિક અને હકારાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સંબંધિત સમાચાર
નવસારીમાં વડાપ્રધાન મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું લોકા
‘નમો કમલમ’ સામાન્ય માનવીની સમસ્યાઓના નિરાકરણ અને જનસેવાનું તીર્થસ્થાન બનશે : વડાપ્રધાન મોદી નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AI આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ…
વધુ વાંચોવડાપ્રધાનના કાર્યક્રમ બાદ નવસારી મનપાના મેયર સહિતના કોર્પોરેટરોએ કચરો ઉઠાવ્યો
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જનપ્રતિનિધિઓ અને કાર્યકરો સ્વયં સફાઈમાં જોડાયા, સ્વચ્છતાનો સંદેશ આપ્યો નવસારી : આજે વડાપ્રધાનના હસ્તે નમો કમલમના લોકાર્પણ કાર્યક્રમ બાદ સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળે સ્વચ્છતાના સંદેશને આત્મસાત્ કરીને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નવસારી મનપાના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા…
વધુ વાંચોખડસુપા ગામે ગાડરિયા તળાવના ટેન્ડર વિવાદમાં તલાટી-સરપંચની ભૂમિકા પર સવાલ
ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે ઠરાવ રદ થયો છતાં ખાતાકીય કાર્યવાહી કેમ નહીં? જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ નવસારી : ખડસુપા ગામના ગાડરિયા તળાવને ઊંડું કરવા બાબતનો રદ થયેલો ઠરાવ ફરી વિવાદમાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જણાતા નવસારી તાલુકા વિકાસ અધિકારીએ ઠરાવ રદ કર્યો હતો. ત્યારે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન થયેલી ભૂલોને કારણે ઠરાવ…
વધુ વાંચોનવસારીના સ્ટેશનરી વેપારીઓએ પાઠ્ય પુસ્તક મંડળ-એમેઝોન એમઓયુનો વિરોધ કર્યો
સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓની આજીવિકા પર અસર થવાની ભીતિ; એમઓયુ તાત્કાલિક રદ કરવાની માંગ નવસારી : ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે થયેલા એમઓયુના સમાચારને લઈને ધ નવસારી સ્ટેશનરી મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ, પાઠ્ય પુસ્તકોના વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા નવસારી સહિત ગુજરાતભરના નાના-મોટા…
વધુ વાંચો




