નવસારીના ટાવર વિસ્તારમાં શોર્ટસર્કિટથી દેવજી બેગની દુકાનમાં આગ
નવસારીના ટાવર વિસ્તારમાં શોર્ટસર્કિટથી દેવજી બેગની દુકાનમાં આગ
ફાયર વિભાગે આગ કાબુમાં લીધી; દુકાનનો ઘણો સામાન બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
નવસારી શહેરના ટાવર વિસ્તારમાં આવેલી દેવજી બેગ નામની દુકાનમાં આજે બપોરે શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. શોર્ટસર્કિટથી ઉડેલા તણખલાથી આગ પકડાઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
જોકે આગ કાબુમાં આવે તે પહેલાં દુકાનમાં રહેલો ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
સંબંધિત સમાચાર
ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ
આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…
વધુ વાંચોનવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ
પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી…
વધુ વાંચોનવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન
‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…
વધુ વાંચોસેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા…
વધુ વાંચો




