તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

નવસારીની નિધિ રાઘવે કુડો સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવસારીની નિધિ રાઘવે કુડો સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

South Republic DeskSunday, 13 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
14મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં સુવર્ણ સફળતા સાથે ‘નવસારી કુડો સ્ટુડન્ટ ઓફ ધ યર’ એવોર્ડથી પણ સન્માન નવસારી : સુરત ખાતે યોજાયેલી 14મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં નવસારીની નિધિ અરવિંદ રાઘવ, ગણેશ સિસોદ્રાએ ગોલ્ડ મેડલ જીતી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ સફળતાથી પરિવાર, સમાજ અને નવસારીનું નામ રોશન થયું છે. નિધિની આ સિદ્ધિ…

14મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં સુવર્ણ સફળતા સાથે ‘નવસારી કુડો સ્ટુડન્ટ ઓફ ધ યર’ એવોર્ડથી પણ સન્માન

નવસારી : સુરત ખાતે યોજાયેલી 14મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં નવસારીની નિધિ અરવિંદ રાઘવ, ગણેશ સિસોદ્રાએ ગોલ્ડ મેડલ જીતી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ સફળતાથી પરિવાર, સમાજ અને નવસારીનું નામ રોશન થયું છે.

નિધિની આ સિદ્ધિ સાથે તેને ‘નવસારી કુડો સ્ટુડન્ટ ઓફ ધ યર’ના પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી. આ એવોર્ડ તેને હર્ષ સંઘવીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

નિધિની સફળતા બદલ નવસારી કુડો એસોસિએશને તેને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. નિધિએ પોતાની સફળતા પાછળ કોચ સેન્સેઈ મયુર વ્હાણેચા અને સેન્સેઈ તરુણ ઢીમ્મરના માર્ગદર્શન અને તાલીમનો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું.

નિધિની આ સિદ્ધિ નવસારીના અન્ય યુવા રમતવીરો માટે પણ પ્રેરણારૂપ બની છે અને મહેનત, શિસ્ત તથા દૃઢ નિશ્ચયથી સફળતા હાંસલ કરી શકાય છે તેનો સંદેશ આપે છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

પોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો

સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા

કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી NMCના મેયર, મ્યુ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ

ઇટાળવા તળાવ, GUDC કામગીરી, ચોવીસી આહિરવાસ અને વોર્ડ નં. 13ના વિકાસકામોની સમીક્ષા; રસ્તા-ડ્રેનેજ પ્રશ્નોના નિરાકરણ માટે સૂચનાઓ નવસારી : નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની પ્રગતિની સમીક્ષા અને સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણના હેતુસર મેયર અશોકભાઈ ધોરાજીયા, સ્થાયી સમિતિના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ તથા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિવિધ વિસ્તારોની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

ગણદેવીના મેંધર ગામે ત્રીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત

સરકારી જમીન પરના અંદાજે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામ ખાતે બ્લોક નં. 903, રી-સર્વે નં. 684ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો અને અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી.…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો