નવસારીના પિનસાડ ગામે એડીપ અને વયોવૃદ્ધ યોજનાનો કેમ્પ યોજાયો
ADIP and Vayoshri scheme camp held at Pinsad village, Navsari
254 વયોવૃદ્ધ અને 12 એડીપ મળી કુલ 266 લાભાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
નવસારી : નવસારી તાલુકાના પિનસાડ ગામે દામોદરેશ્વર કોમ્યુનિટી હોલ ખાતે આજે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે એડીપ (આસિસ્ટન્ટ ટુ ડિસેબલ પર્સન) તથા વયોશ્રી યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત રહી યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી જરૂરી એસેસમેન્ટ કરાવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન બપોર સુધીમાં વયોશ્રી યોજનાના 254 તથા એડીપ યોજનાના 12 મળી કુલ 266 લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી એસેસમેન્ટ કરાવ્યું હતું. યોજનાકીય લાભ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા લાભાર્થીઓને સરળતાથી પૂર્ણ કરી શકાય તે માટે કેમ્પ સ્થળે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
વયોશ્રી – 254 | એડીપ – 12 | કુલ – 266 લાભાર્થીઓ
આ કેમ્પના પરિણામે પિનસાડ તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને જરૂરી એસેસમેન્ટ તથા યોજનાકીય પ્રક્રિયાની સુવિધા તેમના નજીકના વિસ્તારમાં જ ઉપલબ્ધ થઈ હતી. સમગ્ર કેમ્પ દરમિયાન સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
લાભાર્થીઓને કોઈ અગવડ ન પડે અને જરૂરી સેવાઓ એક જ સ્થળે મળી રહે તે માટે કેમ્પ સ્થળે હેલ્થ ડેસ્ક, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ, એનસીસી કેડેટ્સની ટીમ, આવકના દાખલા માટે તલાટી ટીમ, ઝેરોક્સ મશીન, અલ્પાહાર તથા ફળાહાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નયનભાઈ પટેલ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો અને પિનસાડ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




