પોષણ માસના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પોષણ માસના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
“મારી આંગણવાડી : મારી જવાબદારી” મુખ્ય થીમ સાથે 8 ઓક્ટોબર સુધી પોષણ માસની ઉજવણી કરાશે
નવસારી : 9મી સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં પોષણ માસ-2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરે પોષણ માસ અંતર્ગત જિલ્લામાં યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન થાય તેમજ સરકારની પોષણલક્ષી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
પોષણ માસ દરમિયાન “મારી આંગણવાડી : મારી જવાબદારી” મુખ્ય થીમ હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો, સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓમાં પોષણ અંગે જાગૃતિ વધારવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. પોષણના મહત્વ અંગે વ્યાપક લોકજાગૃતિ ફેલાવવા વિવિધ વિભાગો દ્વારા સંકલિત કામગીરી કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરે પોષણ માસની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ પોષણ સંબંધિત સંદેશાઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. આંગણવાડી કાર્યકરો, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત કર્મચારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, ICDSના પ્રોગ્રામ ઓફિસર સહિત જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો ગેલેરી
સંબંધિત સમાચાર
મરોલીમાં ખુલ્લી જીપ પર યુવાનોના જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
કાર્ટૂન માસ્ક પહેરી બોનેટ અને છત પર બેસીને ડાન્સ કરતા રીલ બનાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા નવસારી : જલાલપોર તાલુકાના મરોલી ગામમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ખુલ્લી જીપની છત અને બોનેટ પર બેસીને ડાન્સ અને જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ માથા પર ટેડી બિયર અને કાર્ટૂન કેરેક્ટરના માસ્ક પહેરી ચાલુ…
વધુ વાંચોસાઉથ રિપબ્લીકના અહેવાલનો પડઘો
વિજલપોરના શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું કામ મંજુર અંદાજે 3 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આરસીસી રોડનું નિર્માણ થશે, આજે જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે ખાતમુહુર્ત થશે નવસારી : શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધીના જર્જરિત-બિસ્માર રોડ બાબતે સાઉથ રિપબ્લીકે અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે નવસારી મનપા દ્વારા શિવાજીચોકથી આશાપુરી માતાના મંદિર સુધી…
વધુ વાંચોપોલીસની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઈરાની ગેંગનો સભ્ય મહારાષ્ટ્રથી ઝડપાયો
સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ બની દાગીના પડાવતી ગેંગ; ₹3.57 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયો, બે વોન્ટેડ નવસારી : સીનીયર સીટીઝનોને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત ઈરાની ગેંગના એક આરોપીને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત 9મીએ બીલીમોરા-અમલસાડ રોડ…
વધુ વાંચોનવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા
કમ્પાઉન્ડ દિવાલના બિલના નાણાં મંજૂર કરવા ₹50 હજારની માંગણી; રકઝક બાદ ₹40 હજારમાં સોદો નક્કી થયો હોવાનો આક્ષેપ નવસારી : નવસારીના નાયબ કાર્યપાલક ઈજનેર અને કરાર આધારિત મદદનીશ ઈજનેરને ₹40 હજારની લાંચ લેવાના કેસમાં એસીબી પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર અંતર્ગત કમ્પાઉન્ડ દિવાલનું કામ પૂર્ણ…
વધુ વાંચો




