સીએનજી અને સ્પેરપાર્ટ્સ મોંઘા થતા નવસારીમાં રીક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો કરાયો
સીએનજી અને સ્પેરપાર્ટ્સ મોંઘા થતા નવસારીમાં રીક્ષા ભાડામાં 5 રૂપિયાનો વધારો કરાયો
મોંઘવારીના મારથી બચવા નવસારીમાં રીક્ષા ભાડામાં વધારો કરવા રીક્ષા એસો. મજબુર બન્યું
નવસારી : સીએનજીમાં ભાવ વધારો અને સ્પેરપાર્ટ્સ મોંઘા થતા નવસારી રીક્ષા એસો. ભાડામાં વધારો કરવા માટે મજબુર બન્યું છે. ત્યારે મોંઘવારીના મારથી બચવા માટે નવસારી રીક્ષા એસો. રીક્ષાના ભાડામાં 5 રૂપિયાનો વધારો કર્યો છે.
નવસારીમાં ઘણા લોકો શહેરમાં રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. રીક્ષા ચાલકો રાત-દિવસ, ઠંડી-ગરમી કે ચોમાસામાં વરસાદની ચિંતા કર્યા વિના રીક્ષા ચલાવી મુસાફરોને તેમના સ્થાને પહોચાડી રહ્યા છે. ખાસ કરીને નવસારી રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરો અને નવસારી એસ.ટી. ડેપોમાં ઉતરતા મુસાફરો માટે રીક્ષા ચાલકો ઘણા લાભદાયી બન્યા છે. ત્યારે રીક્ષા ચાલકોને વધુ કમાણી કરવા માટે વધુમાં વધુ ટ્રીપ મારવી પડે છે. જેના પગલે સી.એન.જી. ગેસનો ઉપયોગ થાય છે. તેમજ જો રીક્ષામાં કોઈ નુકશાની થાય તો તેની મરામત પાછળ પણ ખર્ચ થાય છે. જોકે પહેલા સી.એન.જી.ના ભાવ તેમજ સ્પેરપાર્ટ્સ સહિત મજુરીના ભાવો પણ ઓછા હતા.
9 વર્ષ અગાઉ વર્ષ 2017માં નવસારી રીક્ષા એસો. દ્વારા ભાડામાં સુધારો કરી ભાડાપત્રક બહાર પાડયું હતું. જે ભાડાપત્રક મુજબ જ નવસારીના રીક્ષા ચાલકો મુસાફરો પાસેથી ભાડું વસુલી રહ્યા હતા. પરંતુ ધીરે-ધીરે મોંઘવારીએ જોર પકડ્યું છે. સરકાર ધીમે-ધીમે સી.એન.જી.ના ભાવમાં વધારો કરી રહી હોવાથી આજે સી.એન.જી.નો ભાવ 90 રૂપિયા જેટલો થયો છે. સમય જતા હજી વધવાની સંભાવના છે. બીજી તરફ રીક્ષાને લગતા સ્પેરપાર્ટ્સ પણ મોંઘા થયા છે, જેની સાથે રીક્ષા રીપેર કરનારાઓએ પણ તેમની મજુરીમાં વધારો કરી દીધો છે. ત્યારે નજીવા ભાડામાં ચાલતી રીક્ષાથી રીક્ષા ચાલકો ઉપર આર્થિક બોજો પડી રહ્યો હતો. જેના પગલે નવસારી રીક્ષા એસો.એ રીક્ષા ભાડામાં વધારો કરવાનું નક્કી કર્યું છે.
મોંઘવારીના મારથી બચવા માટે 9 વર્ષ બાદ નવસારી રીક્ષા એસો. દ્વારા રીક્ષા ભાડામાં 5 રૂપિયાનો નજીવો વધારો કર્યો છે. વિવિધ વિસ્તારો સુધી જતી રીક્ષા માટે અલગ-અલગ ભાડાની રકમ નક્કી કરતું ભાડાપત્રક જાહેર કરાયું છે. જેમાં રેગ્યુલર ઓછામાં ઓછું ભાડું 10 રૂપિયા રાખવામાં આવ્યું છે. લાંબા અંતર સુધી જતા મુસાફરો માટે પણ જે વિસ્તાર સુધી જેટલું ભાડું લેવાનું નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ જ રીક્ષા ચાલકો ભાડું વસુલશે.
આ સિવાય સ્પેશિયલ ભાડાની રકમ પણ દર્શાવવામાં આવી છે. જેમાં રેલ્વે સ્ટેશનથી માયસાહેબ સુધી 250 રૂપિયા, રેલ્વે સ્ટેશનથી દાંડી 250 રૂપિયા, રેલ્વે સ્ટેશનથી બાબાસ્વામી સુધી 300 રૂપિયા, રેલ્વે સ્ટેશનથી કાસામદીના સુધી 600 રૂપિયા અને રેલ્વે સ્ટેશનથી જલતરંગ સુધી 200 રૂપિયા સ્પેશિયલ ભાડું લેવાશે.
ફોટો ગેલેરી
Related Stories · સંબંધિત સમાચાર
નવસારી ભેંસતખાડા મંદિરમાં રક્તદાન શિબિર યોજાઈ
શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિના આયોજનમાં સેવાભાવી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી નવસારી : નવસારીના ભેંસતખાડા વિસ્તારમાં આવેલા શ્રી હૈરકાકાબાપા મંદિર સમિતિ દ્વારા મંદિરના પટાંગણમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનેક સેવાભાવી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક ફેલાવી હતી. રક્તદાતાઓનો જુસ્સો વધારવા તેમજ આ સેવાકીય કાર્યને…
Read moreનવસારી સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેતરપીંડી કરનાર 2 ઝડપાયા
તેલના 16 ડબ્બા મંગાવી ચેક આપ્યા બાદ 47,920 રૂપિયાની છેતરપીંડી આચરી; જલાલપોર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જલાલપોરમાંથી તેલના ડબ્બા મંગાવી પૈસા ન આપી છેતરપીંડી આચરનાર બે આરોપીઓને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકા સહકારી ખરીદ…
Read moreપ્રધાનમંત્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી સુરક્ષા, હેલિપેડ, પ્રોટોકોલ અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી નવસારી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી 8મી સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા ખાતેના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમનું સુચારૂ, સલામત અને સુવ્યવસ્થિત આયોજન થાય તે હેતુથી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં…
Read moreભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડ્યો
નવસારી કલેકટર કચેરી-પ્રાંત કચેરી સામેના મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો, બેરીકેટ મૂકી જગ્યા બ્લોક કરાઈ નવસારી : ભુવાનગરી તરીકે જાણીતા નવસારીમાં વધુ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આ વખતે તો ભૂવો નવસારી કલેકટર-પ્રાંત કચેરી સામેથી પસાર થતા મુખ્ય રસ્તા પર જ પડ્યો છે. જોકે બેરીકેટ મૂકી જગ્યા બ્લોક કરવામાં આવી છે. નવસારી શહેર…
Read more




