તાજા સમાચાર
સાઉથ રિપબ્લીક logoSouth Republic logo
PRGI નં. :
GJGUJ/26/A7115
માલિક/તંત્રી શ્રી :
રોહિત અશોક શેઠિયા
નવસારી

તીઘરામાં તૂટેલા જીવંત વીજ તારને અડતાં દુધાળી ગીર ગાયનું મોત

તીઘરામાં તૂટેલા જીવંત વીજ તારને અડતાં દુધાળી ગીર ગાયનું મોત

South Republic DeskMonday, 28 September 2026 1 મિનિટ વાંચન · 2 hr ago 0
પશુપાલકને રૂ. ૧ લાખનું નુકસાન; ડીજીવીસીએલની કામગીરી સામે રોષ, વળતર અને વીજ લાઇનની જાળવણીની માંગ નવસારીના તીઘરા વિસ્તારમાં મેઇન રોડ પરથી પસાર થતી એગ્રીકલ્ચર વીજ લાઇનનો જીવંત તાર તૂટીને રસ્તા પર પડ્યો હતો. આ તારને અડતાં કરંટ લાગવાથી એક દુધાળી ગીર ગાયનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પશુપાલક આઘાતમાં મુકાયા હતા. આશરે રૂ. ૧…

પશુપાલકને રૂ. ૧ લાખનું નુકસાન; ડીજીવીસીએલની કામગીરી સામે રોષ, વળતર અને વીજ લાઇનની જાળવણીની માંગ

નવસારીના તીઘરા વિસ્તારમાં મેઇન રોડ પરથી પસાર થતી એગ્રીકલ્ચર વીજ લાઇનનો જીવંત તાર તૂટીને રસ્તા પર પડ્યો હતો. આ તારને અડતાં કરંટ લાગવાથી એક દુધાળી ગીર ગાયનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પશુપાલક આઘાતમાં મુકાયા હતા. આશરે રૂ. ૧ લાખની કિંમતની આ ગાયનું દૂધ વેચીને તેઓ ગુજરાન ચલાવતા હતા. ગાયના મોતથી તેમને મોટું આર્થિક નુકસાન થયું છે.

ઘટનાને પગલે પશુપાલક સહિત ગામજનોએ ડીજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉઠાવી રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર પડેલા જીવંત તારના સંપર્કમાં કોઈ વ્યક્તિ આવી હોત તો તેનો પણ જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત.

સ્થાનિકોએ વીજ તાર તૂટવા જેવી ગંભીર સ્થિતિમાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવાની તથા અસરગ્રસ્ત પશુપાલકને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વીજ લાઇનનું સમયાંતરે નિરીક્ષણ અને જરૂરી જાળવણી કરવાની પણ માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર

નવસારી 1 hr ago

ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષના બાંધકામને લઈ વિવાદ

આદિવાસીની જમીન પર કબજો અને ખેતીની જમીન પર પરવાનગી વિના બાંધકામના સ્થાનિકોના આક્ષેપો; મામલતદાર દ્વારા તપાસની માંગ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇટાળવા–ગણેશ સિસોદ્રા રોડ પર નીલ કોમ્પલેક્ષ નામના શોપિંગ સેન્ટરના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોમ્પલેક્ષનો એક ભાગ ઇટાળવા ગામના પૂર્વ સરપંચે આદિવાસી રહીશની જમીન પર અને બીજો ભાગ…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારીના પેરા ગામે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ

પાંચ બંગલા વિસ્તારમાં કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવીમાં કેદ; વન વિભાગે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી નવસારી તાલુકાના પેરા ગામે મોડી રાત્રે દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગામથી વાઘેચા ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલા પાંચ બંગલા વિસ્તાર નજીક કૂતરાનો પીછો કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી…

વધુ વાંચો
નવસારી 1 hr ago

નવસારી જિલ્લાના પ્રવાસન સ્થળો અને યાત્રાધામો ખાતે વિશેષ સફાઈ અભિયાન

‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ સાથે જનજાગૃતિ; પ્રવાસીઓ અને નાગરિકોને જવાબદાર પ્રવાસન તથા સ્વચ્છતા જાળવવા અપીલ નવસારી જિલ્લામાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત અગત્યના પ્રવાસન સ્થળો, યાત્રાધામો તથા આઈકોનિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ સફાઈ કરીને પરિસરને સ્વચ્છ, સુઘડ અને સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસન…

વધુ વાંચો
નવસારી 2 hr ago

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજનકુંડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ

વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ૫૦૦થી વધુ લોકો જોડાયા; અંજનકુંડથી ધોધ સુધીના ૧.૫ કિ.મી. વિસ્તારમાંથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરાયો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંજનકુંડ ખાતે ૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા સફાઈ અભિયાન યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા…

વધુ વાંચો
આજનું ઈ-પેપર વાંચો