વલસાડમાં નોન-ઇન્ટરલોકિંગ બ્લોકને કારણે 10 ટ્રેનને અસર, હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
Valsad non-interlocking block affects 10 trains, Navsari passengers hit
21થી 23 ઓગસ્ટ દરમિયાન કેટલીક ટ્રેન રદ, જ્યારે કેટલીક શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરાઈ
નવસારી : નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ પ્રાંતો અને સમાજોના લાખો લોકો વસે છે. તેઓ પોતાના વતન જવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં નોકરી કરતા અનેક યુવાનો અને યુવતીઓ પણ રોજિંદા ટ્રેનમાં અપ-ડાઉન કરે છે.
અગાઉ નવસારી રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનને સ્ટોપેજ મળતું ન હતું. પરિણામે લોકોએ પોતાના વતન જવા માટેની ટ્રેન પકડવા સુરત જવું પડતું હતું. જોકે, હવે લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યા વધી હોવાથી કેટલીક ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
બીજી તરફ, નવસારી શહેરમાંથી સુરત, ભરૂચ, વલસાડ અને વાપી જેવા જિલ્લાઓમાં નોકરી માટે ઘણા યુવાનો અને યુવતીઓ રોજિંદા અપ-ડાઉન કરે છે. ટ્રેન થોડા સમય માટે પણ મોડી પડે તો મુસાફરો અટવાઈ જતા હોય છે. હાલ નવસારીમાંથી પસાર થતી 10 ટ્રેન પર અસર પડતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ રેલવે સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના પગલે 21થી 23 ઓગસ્ટ દરમિયાન નવસારીમાંથી પસાર થતી વિવિધ ટ્રેન પર અસર પડી છે. અમદાવાદ તરફ જતી ટ્રેન મુંબઈ અને વલસાડથી ઉપડે છે, જ્યારે મુંબઈ તરફ જતી ટ્રેન અમદાવાદ, વડોદરા અને સુરતથી ઉપડે છે. પરિણામે મુંબઈ તેમજ અમદાવાદ તરફ જતા મુસાફરોને વધુ મુશ્કેલી સહન કરવી પડી છે.
પશ્ચિમ રેલવે દ્વારા નોન-ઇન્ટરલોકિંગ કામગીરી દરમિયાન કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.
રદ કરવામાં આવેલી ટ્રેન
22 અને 23 ઓગસ્ટે ઉધના–બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ
23 ઓગસ્ટે બાન્દ્રા ટર્મિનસ–અજમેર એક્સપ્રેસ
વલસાડ–ઉમરગામ રોડ મેમુ
વડોદરા–દહાણુ રોડ એક્સપ્રેસ
શોર્ટ ટર્મિનેટ કરવામાં આવેલી ટ્રેન
વડોદરા–વલસાડ ઇન્ટરસિટી બીલીમોરા સુધી
મુંબઈ સેન્ટ્રલ–વલસાડ પેસેન્જર પારડી સુધી
વડનગર–વલસાડ ઇન્ટરસિટી નવસારી સુધી
દાહોદ–વલસાડ ટ્રેન ઉધના સુધી
સુબેદારગંજ સ્પેશિયલ ઉધના સુધી
શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવેલી ટ્રેન
વડોદરા–વલસાડ ઇન્ટરસિટી બીલીમોરાથી
મુંબઈ સેન્ટ્રલ–વલસાડ પેસેન્જર ઉદવાડાથી
વડનગર–વલસાડ ઇન્ટરસિટી નવસારીથી
દાહોદ–વલસાડ ટ્રેન ઉધનાથી
સુબેદારગંજ સ્પેશિયલ ઉધનાથી
વલસાડ–વડનગર ઇન્ટરસિટી નવસારી સુધી દોડાવીને નવસારીથી જ ઉપાડવામાં આવનાર હોવાથી અમદાવાદ અને મહેસાણા તરફ જતા મુસાફરો તેમજ આ ટ્રેનમાં મુસાફરી કરતા નોકરિયાત વર્ગને રાહત રહેશે.
બીજી તરફ, અંદાજે છ ટ્રેન નવસારી સુધી પહોંચ્યા વિના જ ઉધના અથવા ભેસ્તાનથી પરત ફરી જશે. તેના કારણે ખાસ કરીને મુંબઈ તરફ જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનની હાલની સ્થિતિ અને સમયની સત્તાવાર માધ્યમથી તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
સંબંધિત સમાચાર
નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, અરજદારો અને કચેરીના ખાતાકીય કામો અટવાયા
મહેસુલી કર્મચારીઓએ કરેલી 14 માંગણીઓ પૈકી એક પણ માંગણી ન સ્વીકારતા આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગું ફૂંક્યું નવસારી : ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીઓની 14 જેટલી પડતર માંગણીઓનો સમયસર ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે બુધવારથી અનિશ્ચિત મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું છે. જેથી આજથી નવસારી જિલ્લા મહેસુલી કર્મચારીઓ પણ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરતા અરજદારો…
વધુ વાંચોનવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા ગયેલા પતિ ગુમ થતા પરિવારજનો ચિંતિત, એકની લાશ મળી હતી
ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે તપાસ કરી માહિતી આપવા પત્નીની જીલ્લા પોલીસ વડાને રજૂઆત નવસારી : નવસારીના દંડેશ્વર ગામથી માછીમારી કરવા માટે પતિ સાથે ગયેલા અન્ય એક યુવાનની લાશ મળતા હળપતિ પરિવાર ચિંતિત અને વ્યથિત થયા છે. ત્યારે ગુમ થયેલ પતિ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે તે અંગે…
વધુ વાંચોનવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું; સાંસ્કૃતિક કાર્યક્રમો, પિરામિડ ડાન્સ અને ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણાં અને શહેરી વિકાસમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…
વધુ વાંચોધમડાછા હાઇસ્કૂલની જીઓમેટ્રિક પાર્કની કૃતિ જિલ્લા કક્ષાએ રજૂ થશે
એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાનમેળામાં ગાણિતિક નમૂનાઓ વિભાગમાં શાળાની વિદ્યાર્થીનીઓની કૃતિ શ્રેષ્ઠ પસંદ થઈ ગણદેવી : ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા એસ.વી.એસ.કક્ષાએ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલ જીઓમેટ્રિક પાર્ક નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી છે. આમધરા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વિજ્ઞાનમેળામાં શાળામાંથી તમામ પાંચ વિભાગમાં ભાગ લેવામાં આવ્યો હતો. જે પૈકી વિભાગ…
વધુ વાંચો




