વાંસદાના ઉમરકુઈ ગામે વડની વડવાઈઓ વચ્ચે શિવેશ્વર વડેશ્વર હનુમાનજીનું અનોખું મંદિર
વાંસદાના ઉમરકુઈ ગામે વડની વડવાઈઓ વચ્ચે શિવેશ્વર વડેશ્વર હનુમાનજીનું અનોખું મંદિર
વડની વડવાઈઓથી કુદરતી રીતે આકાર પામેલું આસ્થાનું સ્થળ; માનતા પૂર્ણ થતાં દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે
વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના ઝાડી ફળિયામાં શિવેશ્વર વડેશ્વર હનુમાનજીનું અનોખું મંદિર આવેલું છે. આ મંદિર વડના વૃક્ષની વડવાઈઓથી કુદરતી રીતે આકાર પામેલું છે.
આ સ્થળને આકાર લેતાં ૩૫થી ૪૦ વર્ષ કે તેથી વધુ સમય થયો હોવાનું જણાવાય છે. કોઈ માનવી દ્વારા બાંધવામાં આવેલા મંદિરને બદલે અહીં વડની વડવાઈઓએ કુદરતી રીતે મંદિરનો આકાર ધારણ કર્યો છે, જે આ સ્થળની વિશેષતા છે.
સ્થાનિક લોકોની આસ્થા મુજબ, અહીં આવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ દૂર-દૂરથી ભક્તો દાદાનાં દર્શન કરવા, આશીર્વાદ લેવા અને પોતાની બાધા ચઢાવવા આવે છે.
સંબંધિત સમાચાર
નવસારીમાં ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા પ્રવેશ ફી વસૂલવાની તૈયારી
૩૦મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં ટિકિટના દર નક્કી કરવાનો મુદ્દો રજૂ થશે; જાહેર નાણાંથી વિકસાવેલી સુવિધાઓ માટે ફી વસૂલવાના પ્રસ્તાવથી શહેરીજનોમાં નારાજગી નવસારી : નવસારી મહાનગરપાલિકા સંચાલિત ગ્લો ગાર્ડન અને મ્યુઝિકલ ફાઉન્ટન જોવા માટે જાહેર જનતા પાસેથી પ્રવેશ ફી વસૂલવાનો મુદ્દો આજે ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં મૂકવામાં આવ્યો છે. આ બંને સ્થળો માટે ટિકિટના દર…
વધુ વાંચોનવસારીના લક્ષ્મણ હોલના પટાંગણમાં કચરાનો ઢગલો; સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે સવાલ
ગણેશ વિસર્જન દરમિયાન જ્યાં શાસકો અને અધિકારીઓએ ગણેશ મંડળોનું સ્વાગત કર્યું હતું ત્યાં ગંદકી; સફાઈ માત્ર ફોટા પડાવવા પૂરતી હોવાની શહેરીજનોમાં ચર્ચા નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નવસારી સહિત વિવિધ જિલ્લાઓમાં સ્વચ્છતા કાર્યક્રમો…
વધુ વાંચોનવસારીમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
કલેક્ટર કચેરી નજીક જ્ઞાનેશકુમારના ફોટાનું દહન; ચક્કાજામ કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા નવસારી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દેખાવો કરી તેમના…
વધુ વાંચોવાંસદાના અંકલાછ ગામે ખેરનાં ત્રણ વૃક્ષો કાપી ગેરકાયદે વેચ્યાનો આક્ષેપ
સંયુક્ત માલિકીની અને સરકારી શીરપડતર જમીનમાંથી વૃક્ષો કાપવા અંગે મામલતદાર તથા વન વિભાગને લેખિત ફરિયાદ; જવાબદારો સામે કાર્યવાહી અને વળતરની માંગ વાંસદા : વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંયુક્ત માલિકીની જમીન તથા નજીક આવેલી સરકારી શીરપડતર જમીનમાંથી પાસ-પરમિટ વિના ખેરનાં ત્રણ વૃક્ષો કાપી તેમનાં લાકડાં ચોરીને વેચી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અંકલાછના રહેવાસી…
વધુ વાંચો




